ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી શિલાન્યાસ મહોત્સવમાં વ્યસનમુક્તિનો સંદેશ, ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો

મોરબી: BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મોરબી મંદિર શિલાન્યાસ મહોત્સવ ઉપક્રમે વિવિધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સમાજને પ્રેરણા આપવામાં આવી રહી છે. જેમાં યુવાનોને વ્યસનમુક્ત બનાવવા માટે ખાસ પ્રદર્શન ખંડ ઉપરાંત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર ચાલી રહી છે.

mrb

By

Published : Jun 17, 2019, 1:48 PM IST

શિલાન્યાસ મહોત્સવ સાથે વ્યસનમુક્તિના રાક્ષસને હણવા માટે પ્રદર્શન ખંડોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મોરબી શહેરની વિવિધ 13 શાળાઓના કુલ 2,500થી વધુ વિદ્યાર્થીઓ તથા અનેક ભક્તો-ભાવિકોએ લાભ લીધો હતો. લોકોનું જીવન વ્યસનમુક્ત બને તેવી પ્રેરણા આપતો ખંડ એટલે મુક્તાનંદ. જેમાં માણસનું જીવન કેવી રીતે નીરોગી બને તે બતાવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે.

મોરબી શિલાન્યાસ મહોત્સવમાં વ્યસનમુક્તિનો સંદેશ

આ પ્રદર્શન ખંડમાં સત્ય ઘટના પર આધારિત ટૂંકી ફિલ્મ દ્વારા બાળકો તથા યુવાનોને વ્યસન ન કરવાની અને બીજાને વ્યસન છોડાવવાની પ્રેરણા આપવામાં આવે છે. ઉપરાંત, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘કરીએ મંદિર ઉમંગે’ રાજકોટના યુવાનો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details