ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના શંકર આશ્રમમાં ચીની વસ્તુનો ઉપયોગ કરનારા લોકોને પ્રવેશ પર પ્રતિબંધ - Morbi's Shankar Ashram

લદાખની ગલવાન વેલીમાં ચીન સાથેની અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા છે. ચીનની આ હરકતોને કારણે સમગ્ર દેશમાં ચીન સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ચીની વસ્તુના બહિષ્કાર માટે અભિયાન ચાલી રહ્યા છે. ત્યારે, મોરબીમાં પણ ચીની વસ્તુઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

મોરબીના શંકર આશ્રમમાં ચીની વસ્તુનો ઉપયોગ કરનારને પ્રવેશ પર પ્રતિબંધ
મોરબીના શંકર આશ્રમમાં ચીની વસ્તુનો ઉપયોગ કરનારને પ્રવેશ પર પ્રતિબંધ

By

Published : Jun 20, 2020, 7:09 PM IST

મોરબી: શહેરમાં પહેલા મોરબીના યુવાનોએ ચીની મોબાઈલ અને ચીનના રાષ્ટ્રપતિના પુતળા દહન કરી વિરોધ દર્શાવ્યો હતો. તે ઉપરાંત,અન્ય સંસ્થાઓ પણ વિરોધ કરી રહી છે, ત્યારે મોરબીનું મંદિર પણ આ અભિયાનમાં જોડાયું છે.

મોરબીમાં મયુર પુલ પાસે આવેલા શંકર આશ્રમના પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિરમાં પણ ‘ચીની પ્રોડક્ટનો ઉપયોગ કરનારને પ્રવેશ કરવો નહિ’ તેવું બેનર લગાવવામાં આવ્યું છે. મોરબીના શિવ મંદિરમાં પણ ચીન સામે આક્રોશ જોવા મળે છે. મંદિર બહાર બેનર લગાવી ચાઇનીઝ વસ્તુ અને મોબાઈલ એપ ઉપયોગ કરનારને મંદિરમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે. જેમ કે, ઓપો અને વિવો મોબાઈલ, ચીની એપ ટિકટોક વગેરે યુઝર્સને મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં.

ABOUT THE AUTHOR

...view details