ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં 2.5 વર્ષની બાળકીની હત્યા કરનાર પાલક માતાના જામીન નામંજુર - Gujarati news

મોરબીઃ બે વર્ષ પહેલા શહેરમાં અઢી વર્ષની માસુમ બાળકીની હત્યાના ગુનામાં પિતા, દાદા સહિત 4 લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં રિમાન્ડ પુરા થતા પોલીસે ધરપકડ કરી આરોપીઓને જેલ હવાલે કર્યા હતા.

મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટ

By

Published : Apr 28, 2019, 10:48 AM IST

પ્રાપ્ત માહિતી પ્રમાણે, મોરબીના વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા ધવલ ત્રિવેદીની બે વર્ષ સાત માસની દીકરી યશવીનું મૃત્યુ થયુ હતું. જેમાં પરિવારે બાળકીનું મોત સોફા પરથી પડી જઈ ઈજા પહોંચવાથી થયું હોવાનું કારણ આપ્યુ હતું. જો કે, બાળકીના શરીર પર મળી આવેલા ઈજાના નિશાનો હત્યા તરફ આંગળી ચીંધતા હોવાથી મૃતદેહને રાજકોટ ફોરેન્સિકમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં બાળકીનું ગુંગળામણથી મોત થયાનું સામે આવ્યું હતું, જેથી હત્યા થયાનો ખુલાસો થયો હતો. મૃતક બાળકીની માતા રીનાબેન ત્રિવેદીની ફરિયાદને આધારે B ડીવીઝન પોલીસે ફરિયાદીના પતિ ધવલ માધવલાલ ત્રિવેદી, લીવ ઇન રીલેશનમાં રહેતી રશ્મીબેન, ધવલના મોટાભાઈ સંજય અને પિતા માધવલાલ ત્રિવેદી એમ ચાર સામે બાળકીની હત્યાનો ગુનો નોંધી કાયદેસરની તપાસ ચલાવી હતી.

પોલીસે હત્યાની ફરિયાદ બાદ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બાળકની પાલક માતાએ રશ્મીબેને ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં સામાપક્ષે સરકારી વકીલ ધર્મેન્દ્ર આદ્રોજાની દલીલોના કારણે રશ્મીની જામીન અરજી ના મંજુર કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details