માહિતી પ્રમાણે, જયંતીભાઈ છગનભાઈ મિર્ઝાની ફરિયાદ પરથી આરોપીને 4 હજારની લાંચ લેવાના આરોપસર લાંચરૂશ્વત ધારા કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. લાંચ કેસમાં બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે, આ કામમાં આરોપીએ કોઈ લાંચ લીધી નથી તેમને આ ગુનામાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. આરોપી તરફે સંજય ચંદ્રા વિરૂદ્ધ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટર 2012 શિક્ષણ 40 પ્રમાણેનું જજમેન્ટ ટાંકી દલીલ કરવામાં આવી હતી.
મોરબીમાં લાંચ કેસમાં ઝડપાયેલા મહેસુલ તલાટી મંત્રીના જામીન મંજૂર - Gujarati news
મોરબીઃ શહેરની પંચાયત સેવાસદનમાં મહેસુલ તલાટી મંત્રીની ફરજ બજાવતા પ્રશાંત શાહને થોડા સમય પહેલા 4 હજારની લાંચ લેવાના આરોપસર લાંચરૂશ્વત ધારાની કલમ અનુસાર ધરપકડ કરવામાં આવી હતી. જેથી પ્રશાંત શાહે મોરબીના એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા મારફતે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. આ કેસમાં શાહને જામીન મળ્યા હોવાથી છુટા કરવામાં આવ્યા છે.
વધુમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કોઈપણ વ્યક્તિને જેલમાં રાખવામાં આવ્યા અને કેસનો નિકાલ થયા પછી વ્યક્તિનો નિર્દોષ છુટકારો થાય તો તેણે જેલમાં રહેલા દિવસો પાછા લાવી શકતા નથી. બેઇલ નોટ જેઈલના સિધ્ધાંતો રજુ કરી દલીલ કરવામાં આવી હતી. તમામ દલીલોના અંતે કોર્ટે આરોપીને 10 હજારના શરતી જામીન પર છોડવાનો હુકમ કર્યો છે.
આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના વકીલ પંચાલ સાહેબ, મોરબી જિલ્લાના પ્રખ્યાત ધારાસભ્ય દિલીપભાઈ, જીતેન્દ્ર અગેચણીયા, વિવેક વરસડા, જિતેન્દ્ર સોલંકી, સુનિલ માલકીયા, હિતેશ પરમાર, નિધિ વાગડિયા, સાગર પટેલ, રણજીત વિઠલાપરા, કાજલ પટેલને રોકવામાં આવ્યા હતા.