ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં આવાસ યોજનાની ફાળવણી માટે ડ્રો યોજાયો - GUAJRATI NEWS

મોરબીઃ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના તૈયાર થયા બાદ લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવા માટે મંગળવારે પાલિકાના ટાઉનહોલ ખાતે ડ્રો યોજવામાં આવ્યો હતો.

MRB

By

Published : Jul 3, 2019, 5:20 AM IST

આવાસ યોજનાની 1506 અરજી કરનાર લાભાર્થીઓને આવાસ ફાળવણી માટે નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર સાગર રાડિયા અને નગરપાલિકાના સદસ્યોની ઉપસ્થિતિમાં કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવ્યો હતો.

મોરબીમાં આવાસ યોજનાની ફાળવણી માટે ડ્રો યોજાયો

જેમાં 190 લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 490 આવાસ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં અગાઉ આ પહેલા 300 ફાળવી દેવામાં આવ્યા હતા.

બાકી રહેલા 190 આવાસ માટે આજે ડ્રો યોજાયો હતો. આ અગાઉ ફાળવેલા આવાસોમાં વીજળી અને પાણીની સમસ્યા ઉકેલવામાં આવી હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details