ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેર : એકલતાનો લાભ લઇ સગીરા સાથે શારીરિક અડપલાનો પ્રયાસ કરનારને લોકોએ પકડી માર માર્યો - વાંકાનેર પોલીસ

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય પંથકમાં સગીરા ઘરમાં એકલી હતી. ત્યારે એકલતાનો લાભ લઇ એક શખ્સે ઘરમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે સગીરાએ બુમો પાડતા લોકો એકત્ર થઇ ગયા હતા અને યુવાનને માર માર્યો હતો. જે બનાવ મામલે સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો યુવાને વળતી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર
વાંકાનેર

By

Published : Dec 14, 2020, 5:04 PM IST

  • એકલતાનો લાભ લઇ સગીરા સાથે કર્યા શારીરિક અડપલા
  • સગીરાએ બુમો પાડતા આરોપી નાસી ગયો
  • યુવાને ખોટી શંકા રાખી માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી

મોરબી : વાંકાનેર તાલુકાના ગ્રામ્ય પંથકમાં સગીરા ઘરમાં એકલી હોય ત્યારે એકલતાનો લાભ લઇ એક શખ્સે ઘરમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે સગીરાએ બુમો પાડતા લોકો એકત્ર થઇ ગયા હતા અને યુવાનને માર માર્યો હતો. જે બનાવ મામલે સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો યુવાને વળતી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સગીરા સાથે શારીરિક અડપલા કર્યા, દેકારો કરતા આરોપી નાસી ગયો


માહિતી મુજબ વાંકાનેર તાલુકાના એક ગામડામાં રહેતા પરિવારની 15 વર્ષની સગીર દીકરી પોતાના ઘરે એકલી હતી. તે દરમિયાન આરોપી પરસોતમ ઉકાભાઈ કોળી એકલતાનો લાભ લઇ મકાનમાં પ્રવેશ કરી શારીરિક અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સગીરાએ બુમો કરતા આસપાસના લોકો આવી જતા આરોપી પરષોતમ નાસી ગયો હોવાની ફરિયાદ સગીરાની માતાએ પોલીસ મથકમાં નોંધાવી છે.

યુવાને ખોટી શંકા રાખી માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી

રાજકોટ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ પરસોતમ ઉકાભાઈ કોળીએ ફરિયાદ નોંધાવી છે કે, તે સગીરાના ઘરે જતા સગીરા ઘરમાં એકલી હતી. તેની પાસે સાવરણી માગી હતી. તેે દરમિયાન સગીરાના પિતા આવી ગયા હતા. જેથી તેની દીકરી ઘરે એકલી હતી અને ફરિયાદી પરસોતમ તેની એકલતાનો લાભ લેવા આવેલ હોવાની શંકા વ્યકત કરતા પાડોશીઓ પણ આવી જતા પાડોશીઓએ લોખંડના પાઈપથી માર મારી બાદમાં સગીરાના પિતા અને પાડોશીઓએ સાથે મળી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details