ગુજરાત

gujarat

ETV Bharat / state

ખોટી શંકા કરી યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી - morbi

મોરબી: પોલીસને બાતમી આપતો હોવાની ખોટી શંકા કરી યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી A ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 19, 2019, 10:55 AM IST

મોરબીના લાયન્સનગરમાં રહેતો આરોપી સાગર ભરવાડ ઉર્ફે ચોટલીએ ટંકારા એ મહેશભાઈ બાબુભાઈ કુંઢીયાને મોરબીની સિવિલ હોસ્પિટલ નજીક આવેલી ચાની કેબીન પાસે તું પોલીસને મારી શું વાતો કરે છે અને મારી બાતમી પોલીસને શું આપે છે તેવુ કહી મહેશભાઈ પર ખોટી શંકા અને વહેમ રાખી તે બાબતનો ખાર રાખી આરોપી સાગર ભરવાડ ઉર્ફે ચોટલીએ હુમલો કરી મહેશભાઈને ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મહેશભાઈએ મોરબી A ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે. તો મોરબી A ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details