મોરબી: બજરંગ દળ અને શિવસેનાના ગૌરક્ષકો ગૌવંશ ભરેલી ગાડીની બાતમી મળતા સામખીયાળીથી રાધનપુર હાઈવે પર પીછો કરતા હતા, ત્યારે ચિત્રોડ ગામ નજીક પશુઓને કતલખાને લઇ જનારા ઈસમો સાથે રહેલી પેટ્રોલિંગની ગાડીમાં સવાર ઈસમોએ ગૌરક્ષકોની ટીમ પર ઓચિંતો હુમલો કર્યો હતો. જે હુમલામાં ૩ ગૌરક્ષકોને ઈજા પહોંચી હતી. તેમજ હુમલો કરનારા ઇસમોએ લૂંટ પણ કરી હોવાની માહિતી ગૌરક્ષકો પાસેથી પ્રાપ્ત થઇ છે. આ બનાવ રાત્રીના 2 કલાકની આસપાસ બન્યો હતો.
કચ્છમાં કતલખાને લઇ જવાતી ટ્રકનો પીછો કરનારી મોરબીની ગૌરક્ષક ટીમ પર હુમલો - Morbi's team of guards
મોરબીના ગૌરક્ષકોની ટીમ કચ્છમાં કતલખાને લઇ જવાતી ટ્રક આંતરી અબોલ જીવોને બચાવવા પ્રયાસ કરતા હતા. ત્યારે તેમના પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. જે બનાવમાં ત્રણ ગૌરક્ષકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
કચ્છમાં કતલખાને લઇ જવાતી ટ્રકનો પીછો કરનાર મોરબીના ગૌરક્ષક ટીમ પર હુમલો
જેમાં પોલીસને જાણ કરવા છતાં પોલીસ મોડી પહોંચી હોવાના ગંભીર આક્ષેપો પણ ગૌરક્ષકોએ કર્યા હતા. તેમજ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી બાદમાં મોરબી સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે આ મૂંગા પશુઓને કતલખાને લઇ જનારા ઈસમો બેફામ બન્યા છે અને ગૌરક્ષક ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ગૌપ્રેમીઓ અને ગૌરક્ષકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તેમજ પોલીસ કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં છે.