મોરબી : વાંકાનેરના લાલપર નજીક ગૌરક્ષકોની ટીમને યુટીલીટીમાં પશુની હેરાફેરીની જાણ થતાં ગૌરક્ષકોની ટીમ વોચમાં ગોઠવાઇ ગઇ હતી. તેમજ ઇસમોને રોકવા પ્રયાસ કરતા 15 જેટલા ઇસમોએ તલવાર, પાઈપથી હુમલો કરી બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વાંકાનેરના લાલપર નજીક ગૌરક્ષકો પર 15 ઇસમોનો તલવાર-પાઈપથી હુમલો - વાંકાનેર સીટી પોલીસ
મોરબી: વાંકાનેરના લાલપર નજીક ગૌરક્ષકોની ટીમે યુટીલીટીમાં પશુની હેરાફેરી થતી હતી. તેને રોકવા પ્રયાસ કરતા 15 જેટલા ઇસમોએ તલવાર, પાઈપથી હુમલો કરી દેતા બે યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે વાંકાનેર સીટી પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
વાંકાનેર
આ હુમલામાં ફરિયાદી રાહુલ ડોંડા ભરવાડ અને નવઘણને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે મામલે વાંકાનેર સીટી પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.