મોરબીના લીલાપર ગામે રહેતા દીપક પરમારના પુત્રી વનિતા સાંજના સમયે લીલાપર રોડ પર આવેલ માતાજીના મંદિર પાસેથી પસાર થતા હતા, ત્યારે આરોપી લાલા કોળીએ તેને રોકીને પજવણી કરી હતી. આ બાબતે પુત્રીએ તેના પિતાને જણાવતા વનિતાના પિતાએ આરોપીને ઠપકો આપતા આરોપીએ ઉશ્કેરાઇને ફરીયાદીને છરીનો ઘા ઝીંકી દીધો હતો.
મોરબીના લીલાપર ગામે આધેડને છરીના ઘા ઝીંકી ઇજાગ્રસ્ત કરાયા - atrocities act
મોરબીઃ જિલ્લાના લીલાપર ગામમાં અનુસૂચિત જાતિના પરિવારની પુત્રી સાથે માથાકૂટ કરીને, પિતાને છરીનો ઘા ઝીંકીને તથા અન્યને માર મારવાની 3 આરોપીઓ સામે ફરીયાદ નોંધવામાં આવી છે.
મોરબી પોલીસ સ્ટેશન
ઉલ્લેખનીય છે કે, ફરીયાદીને આરોપીએ જાતી પ્રત્યે હડધૂત કર્યા હતા. તેમજ અન્ય બે અજાણ્યા ઇસમોએ પથ્થરના ઘા ઝીંકી રંજનબેનને ઈજાઓ પહોંચાડી હતી, મોરબી તાલુકા પોલીસે એટ્રોસિટીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. તેમજ આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.