મોરબીઃ કોરોના મહામારીને પગલે લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે જે દરમિયાન મોરબીમાં બર્થ ડે પાર્ટી ઉજવી કેટલાક તત્વોએ કાયદાનો ભંગ કર્યો હતો તેમજ બર્થ ડે ઉજવણીના ફોટો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરવાથી આ ફોટા પોલીસની નજરે ચડયા જેના આધારે 12 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી.
મોરબી લોકડાઉનમાં બર્થડે પાર્ટી ઉજવનાર 12 શખ્સોની ધરપકડ
કોરોના મહામારી અંતર્ગત સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. તે દરમિયાન મોરબીમાં બર્થ ડે પાર્ટી ઉજવી લુખ્ખા તત્વોએ કાયદાનો ભંગ કર્યો હતો તેમજ બર્થ ડે ઉજવણીના ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાથી આ ફોટા પોલીસની નજરે ચડયા જેના આધારે 12 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી.
મોરબી લોકડાઉનમાં બર્થડે પાર્ટી ઉજવનાર ૧૨ શખ્શોની ધરપકડ
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેર એ ડીવીઝન ટીમ લોકડાઉનની અમલવારી માટે સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરાની મદદથી બાઝ નજર રાખી રહી છે. છતાં 7 એપ્રિલના રોજ બોરીચાવાસમાં રહેતા અલ્તાફ ઉર્ફે અલુ અકબર ફકીરની બર્થડે પાર્ટી કાલિકા પ્લોટ અને બોરીચાવાસના ટપોરીઓએ ભેગા થઈને ઉજવી હતી, એટલું જ નહિ પરંતુ ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હોવાથી ફોટાને આધારે એ ડીવીઝન પોલીસે લોકડાઉનનું ઉલ્લંઘન કરવાના ગુનામાં 12 ઇસમોની ધરપકડ કર્યા બાદ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.