ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરમાં પરિણીતા સાથે દુષ્કર્મ બાદ અશ્લીલ ફોટો વાઇરલ કરનાર બંને આરોપીની ધરપકડ - મોરબી પોલીસ

વાંકાનેરના માટેલ રોડ પરની ફેકટરીમાં મજુરી કામ કરતી યુવતીની મરજી વિરુદ્ધ એક શખ્શે દુષ્કર્મ આચર્યું હતું અને અન્ય શખ્શે તેની મદદગારી કરી અશ્લીલ ફોટો વાઇરલ કર્યા હતાં. જે સમગ્ર બનાવ અંગે પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી હતી. જેના આધાર પર ડીવાયએસપી ટીમ દ્વારા બંને શખ્શોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરિણીતા સાથે દુષ્કર્મ બાદ અશ્લીલ ફોટો વાયરલ કરનાર બંને આરોપીની ધરપકડ
પરિણીતા સાથે દુષ્કર્મ બાદ અશ્લીલ ફોટો વાયરલ કરનાર બંને આરોપીની ધરપકડ

By

Published : Feb 8, 2020, 8:03 PM IST

મોરબી : વાંકાનેરમાં પરિણીતા સાથે મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ અને અન્ય એક શખ્સે મદદગારી કરી અશ્લીલ ફોટા વાઇરલ કર્યા હતાં. જે મુદ્દે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી છે.

સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના માટેલ રોડ પરની ફેકટરીમાં મજુરી કરતી પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતુ કે આરોપી જયેશ બાવરવાએ અવારનવાર અશ્લીલ ઈશારા કરી તેમજ આ આરોપીએ ફરિયાદીની એકલતાનો લાભ લઈને બળજબરીથી ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઉપરાંત આરોપી દીપક દશરથ અણેવાડિયાએ પણ જાનથી મારી નાખવાની ધમકી આપી અશ્લીલ ફોટો વોટ્સએપ દ્વારા વાઈરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. જે સમગ્ર મામલે ડીવાયએસપી મુનાફખાન પઠાણ અને રાઈટર યુવરાજસિંહ ઝાલાની ટીમે તપાસ ચલાવી હતી. જે તપાસના આધારે આરોપી જયેશ બાવરવા અને દીપક અણેવાડીયાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details