ગુજરાત

gujarat

ETV Bharat / state

વ્યાજખોરો અને બૂટલેગર સામે એક્શનમાં મોરબી પોલીસ, ધરપકડો શરુ - વિદેશી દારૂના અપરાધ

મોરબીમાં ગુનાખોરીને લગતા સમાચારો (Morbi Crime News )તેજીમાં છે. મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી (Arrest in Money Lenders Act )કરતા ચાર ઈસમોની પોલીસે ધરપકડ કરી હતી. તો અન્ય એક કિસ્સામાં પણ મોરબીના વાંકાનેરમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં (Morbi police caught bootlegger ) બે વર્ષથી ફરાર રાજસ્થાની યુવાન ઝડપાયો હતો.

વ્યાજખોરો અને બૂટલેગર સામે એક્શનમાં મોરબી પોલીસ, ધરપકડો શરુ
વ્યાજખોરો અને બૂટલેગર સામે એક્શનમાં મોરબી પોલીસ, ધરપકડો શરુ

By

Published : Jan 10, 2023, 4:44 PM IST

મોરબી મોરબી શહેરમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા બે યુવાનોએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ મની લેન્ડર્સ એક્ટ મુજબ ગુનો (Morbi Crime News ) નોંધી ચાર આરોપીની ધરપકડ (Arrest in Money Lenders Act )કરી છે. બીજા બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસમાં વિદેશી દારૂના અપરાધ (Foreign liquor offences) માં બે વર્ષથી ફરાર રાજસ્થાની ઈસમને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ચાર ઈસમોની પોલીસે ધરપકડ કરી હતી. તો અન્ય એક કિસ્સામાં પણ મોરબીના વાંકાનેરમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં બે વર્ષથી ફરાર રાજસ્થાની યુવાન ઝડપાયો હતો. આ રીતે મોરબીમાં ગુનાખોરીને લગતા સમાચારો તેજીમાં છે.

આ પણ વાંચો અંદરના માણસને ટીપ આપીને 29 લાખની લૂંટનો અંજામ આપ્યો, બધા પકડાઈ ગયા

મોરબી પોલીસ એક્શનમાં વ્યાજખોરીના બે અલગ અલગ બનાવ અંગે ફરિયાદ (Morbi Crime News )નોંધાઈ હતી. મોરબી શહેરમાં ઊંચા વ્યાજે નાણા ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસને મળેલી સૂચના મુજબ મોરબીમાં ફરિયાદી મિલનભાઈ જયંતીભાઈ અગોલા અને રૂપેશભાઈ હરજીભાઈ રાણીપાએ અલગ અલગ બે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચાર ઈસમો વ્યાજે રૂપિયા લીધા બાદ પઠાણી ઉઘરાણી કરી હેરાન પરેશન કરતા હોય જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી. જેમાં આરોપી વિશાલ બચુભાઈ ગોગરા રહે કોયલી તા. મોરબીવાળાને ઝડપી લીધો હતો. જયારે અન્ય ફરિયાદમાં સંડોવાયેલા ત્રણ આરોપી પ્રવીણ નવઘણ ગરચર, મનીષ ઉર્ફે દેવશી જીવણ રગીયા રહેવાસી બંને ખાનપર મોરબી અને જગદીશ ઉર્ફે સુરેશ લખમણ સવસેટા રહે ખાખરાળા તા. મોરબી એમ ત્રણ આરોપીને ઝડપી લઈને (Arrest in Money Lenders Act ) કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો મોરબીમાં રોલામારૂ વિરૂદ્ધ પોલીસની લાલ આંખ, જૂઓ આટલા બુલેટ કર્યા ડિટેઇન

બૂટલેગરની મળી બાતમી તો બીજા એક બનાવમાં મોરબી એલસીબી ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કામે લાગી હતી. ટીમ પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂનો Foreign liquor offences જથ્થો ભરેલો ટ્રક મોકલનાર આરોપી મુકેશ સોહનલાલ જયાની રહે મલસીસર રાજસ્થાનવાળો રાજસ્થાન રતનપુર બોર્ડર થઈને નડિયાદ વડોદરા એક્સપ્રેસ વે તરફ ટ્રક લઈને આવતો હોવાની બાતમી મળતા એલસીબી ટીમ એલર્ટ થઇ હતી.

દારુનો જથ્થો લાવનાર આરોપી મુકેશ સોહનલાલ જયાની

રાજસ્થાની બૂટલેગર ઝડપી લીધોબાતમી મુજબના વર્ણન ધરાવતો ઈંગ્લીશ દારૂનો Foreign liquor offences જથ્થો ભરેલો ટ્રક ઝડપી લેવા એલસીબી ટીમે વોચ ગોઠવી હતી. જ્યારે ચોક્કસ લોકેશન પર ટ્રક આવતાં જ ટીમે આરોપી મુકેશ સોહનલાલ જયાની (ઉ.વ.26) રહે રાજસ્થાનવાળાને ઝડપી (Morbi police caught bootlegger ) લીધો હતો અને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સોપવા તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details