ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી સિરામિક ઝોનના 2 રોડ બજેટમાં મંજુર, સિરામિક ઉદ્યોગકારોમાં ખુશી - C.R.Patil

મોરબી શહેરના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને મોરબી સિરામિક એસોસિયેશનની માંગણીને પગલે મોરબી જેતપર-અણીયારી રોડ અને મોરબી હળવદ રોડને ફોર લેન બનાવવા રૂપિયા 309 કરોડની રકમ મંજુર કરી હતી.

મોરબી
મોરબી

By

Published : Mar 3, 2021, 8:57 PM IST

Updated : Mar 3, 2021, 10:03 PM IST

  • નાણાપ્રધાન બજેટમાંથી સિરામિક ઉદ્યોગને વેગ મળ્યો
  • ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માંગણી પૂર્ણ થઇ
  • મોરબીથી જેતપર રોડ અને મોરબી હળવદ રોડ ફોર લેન થશે

મોરબીઃ શહેરના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને મોરબી સિરામિક એસોસિયેશનની માંગણીને પગલે મોરબી જેતપર-અણીયારી રોડ અને મોરબી હળવદ રોડને ફોર લેન બનાવવા રૂપિયા 309 કરોડની રકમ મંજુર કરી હતી. જેથી સિરામિક એસોસિયેશન દ્વારા મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને જિલ્લા પ્રભારીનો આભાર વ્યક્ત કરાયો હતો.

મોરબી

મોરબી સિરામિક ઉદ્યોગકારો વતી આભાર વ્યક્ત કરાયો

ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા મોરબી સિરામિક એસોસિયેશન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પીપળી-જેતપર રોડ અને મહેન્દ્રનગરથી હળવદ રોડને 4 ટ્રેક 70 કિલોમીટર માટે 309 કરોડ રૂપિયાની રકમ જાહેર કરીને મોરબીના સિરામિક ક્લસ્ટર એક વિશ્વ કક્ષાનું બને તે માટે બજેટમાં જાહેરાત કરતા મોરબી સિરામિક ઉદ્યોગકારો વતી સિરામિક એસોસિયેશન દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ પ્રભારી પ્રધાન સૌરભ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

Last Updated : Mar 3, 2021, 10:03 PM IST

ABOUT THE AUTHOR

...view details