રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ નવલખી બંદર ખાતે નવી જેટી બનાવવા માટેની રજૂઆતને સૌદ્ધાંતિક મંજૂરી આપી છે. આ જેટીનું નિર્માણ ગુજરાત મેરીટાઇમ બોર્ડ રૂ. 192.33 કરોડના અંદાજિત ખર્ચે હાથ ધરશે.
નવલખી બંદરે 192 કરોડના ખર્ચે અદ્યતન જેટી બનાવવા મંજુરી - morbi news
મોરબીઃ માળિયાના નવલખી બંદરે નવી જેટી બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જેને રાજ્યના મુખ્યપ્રધાને સૈદ્ધાંતિક મંજુરી આપી છે અને 192 કરોડના ખર્ચે અધ્યતન જેટી બનશે. જેથી માળિયાના નવલખી બંદરના વિકાસને વેગ મળશે અને આયાત નિકાસમાં વૃદ્ધિ જોવા મળશે, જેથી 50 કરોડની વધારાની આવક પણ રાજ્યને પ્રાપ્ત થશે તેમજ ભારત સરકારના સાગરમાલા પ્રોજેકટમાં રૂ. 40 કરોડની સહાય નવલખી બંદરને મળશે.
મોરબીઃ
નવલખી બંદર ખાતે આ અંતર્ગત 485 મીટરની નવી અદ્યતન જેટીનું બાંધકામ કરવામાં આવશે. નવલખી બંદરની પ્રવર્તમાન કેપેસિટી 8 MMTPA છે તે વધારીને 20 MMTPA કરવાના હેતુસર આ નવી જેટીનું બાંધકામ થવાનું છે. આના પરિણામે બંદરની હાલની કાર્ગો હેન્ડલિંગ કેપેસિટીમાં વાર્ષિક 12 MMTPA વધારો કરવાનું આયોજન છે. રાજ્યનું નવલખી બંદર 1939થી કાર્યરત છે. આ બંદરની વ્યૂહાત્મક્તાને પરિણામે આ બંદરેથી ગુજરાત, ઉત્તર ભારત, મધ્ય ભારતના પાવર પ્લાન્ટ્સ માટે કોલસાનું વહન થાય છે.