ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘોડાધ્રોઈ ડેમમાંથી મોરબી તાલુકાના 9 ગામોને પીવાના પાણીની યોજના મંજૂર - Morbi letest news

મોરબી: ગાંધીનગર ખાતે પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયા તથા પાણી પૂરવઠા અને જળ સંપત્તિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મોરબીના પર્વ ધારાસભ્યએ એક મિટિંગનું આયોજન કર્યુ હતું. જેમાં અનેક પ્રજાલક્ષી નિર્ણયો લેવાયા હતા.

etv
ઘોડાધ્રોઈ ડેમમાંથી મોરબી તાલુકાના 9 ગામોને પીવાના પાણીની યોજના મંજુર

By

Published : Jan 11, 2020, 11:34 AM IST

ઘોડાધ્રોઇ ડેમમાંથી ઝીકીયાળી, ચકમપર, જીવાપર, કેશવનગર, તળાવિયા શનાળા, બેલા, રંગપર, વાંકડા અને ખરેડાને પીવાનું પાણી પહોંચતું કરવા અંગેની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ મોરબી બાયપાસથી જુના સાદુળકા ગામ સુધીની પીવાના પાણીની પાઈપલાઈન તથા હાઇવેથી પીલુડી ગામ સુધીની પાઈપલાઈનનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું હતું.નર્મદા નહેરના ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ દ્વારા મોરબી તાલુકાના ગામોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

બ્રાહ્મણી ડેમ-2થી જૂના સાદુળકા સુધી પાઈપલાઈન નાખવાનું કામ હંગામી ધોરણે બંધ રાખીને ઢાંકીથી બ્રાહ્મણી ડેમ-2 સુધી પણ પાઈપલાઈન નાખવા તથા બ્રાહ્મણી ડેમ-2ને બાયપાસ કરીને ઢાંકીથી નવા સાદુળકા સુધી કેનાલ ડાયરેકટ કરી આપવાના વિષય પર પણ વિચારણા કરવામાં આવી હતી. આ મિટિંગમાં પૂર્વ ધારાસભ્ય, હળવદના ધારાસભ્ય સહિતના ભાજપના અગ્રણીઓ અને સરપંચો જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details