ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની કરાઇ નિમણુક - Appointment of doctors

મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી ખાલી પડેલ ગાયનેક ડોક્ટર અને જનરલ સર્જનની ખાલી જગ્યાઓ પડી હોવાથી આખરે તંત્રને શરમ આવી હતી અને મહત્વની ખાલી જગ્યાઓ પર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની નિમણુક કરવામાં આવી છે જેથી દર્દીઓને રાહત મળી છે.

મોરબી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની કરાઇ નિમણુક
મોરબી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની કરાઇ નિમણુક

By

Published : Sep 8, 2021, 9:14 AM IST

  • મોરબી જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર જગ્યાઓ ખાલી
  • ખાલી જગ્યાઓ પર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની નિમણુક
  • હોસ્પિટલમાં દર્દીઓને વિના મુલ્યે સારવાર

મોરબી: જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી ખાલી પડેલ ગાયનેક ડોક્ટર અને જનરલ સર્જનની ખાલી જગ્યાઓ પડી રહેલી હતી. જે મામલે આખરે તંત્રને શરમ આવી હતી અને મહત્વની ખાલી જગ્યાઓ પર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની નિમણુક કરાઈ છે. જેથી દર્દીઓને રાહત મળી છે. અને આ હોસ્પિટલમાં દર્દીઓને વિના મુલ્યે સારવાર આપવામાં આવશે.

મોરબી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની કરાઇ નિમણુક

આ પણ વાંચો:સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી.મોદીએ સરકારમાં આપ્યું રાજીનામું, ડોક્ટર બન્યા સિવિલના રાજકારણનો ભોગ- સુત્રો

મોરબીની સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જનની કરાઇ નિમણુક

મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ પડીમાં ડો. મિહિર હોથીની નિમણુક કરાઈ છે. જે દૂરબીનથી આધુનિક ઓપરેશન કરશે અને મોરબીવાસીઓની સુવિધામાં વધારો થશે. હાલ તેમણી કોન્ટ્રાકટ બેઝ પણ નિમણુક કરવામાં આવી છે. જેથી વિવિધ ઓપરેશન અને દર્દીઓની સારવાર વિનામૂલ્યે થશે ઉપરાંત જનરલ સર્જન તરીકે વિમલભાઈ દેત્રોજા પણ ફરજ બજાવતા હોય જેઓ પથરી, ભગંદર, એપેન્ડીક્સ સહિતના દર માસે 50 થી વધુ ઓપરેશન કરવામાં આવે છે. હાલ છેલ્લા ત્રણ માસમાં 150 થી પણ વધુ ઓપરેશન કરવામાં આવ્યા છે. મોરબી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની નિમણુક થતા મોરબી વાસીઓને ખાનગી હોસ્પિટલમાં નહિ જવું પડે.

ABOUT THE AUTHOR

...view details