મોરબી : અલગારી ગ્રુપના સંજય અલગારી અને બીપીન વડગાંસીયાની આગેવાનીમાં રહીશોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. મોરબીના માધાપર કપિલા ચોકથી વાવડી તરફ જતો રોડ બિસ્માર હાલતમાં છે. જેથી બીમાર લોકોને લઇ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ ધૂળની ડમરીઓ ઉડે છે. જેથી રાહદારીઓને ચાલવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડે છે. વાવડી રોડ પર આવેલ સોમૈયા, ભગવતીપરા, મિલનપાર્ક, જનક, રવિપાર્ક, શ્રીજી પાર્ક, સહિતની સોસાયટીના લોકોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે. આ બિસ્માર રોડથી અકસ્માતો સર્જાય છે. જે બાબતને ગંભીરતાતી લઈને 15 દિવસમાં યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું છે.
મોરબીના વાવડી રોડ પર બિસ્માર રોડ રસ્તા મામલે કલેકટરને આવેદન - Bismar Road in Morbi
મોરબીના વોર્ડ નં. 1માં તૂટેલા રોડ રસ્તાથી વાહનચાલકો પરેશાની ભોગવે છે. તે ઉપરાંત ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી સ્થાનિકો તેમજ અહીંથી પસાર થતા નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. જે મામલે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
મોરબી
આ રોડ મંજુર થયો છે, જેને દસ મહિના વીત્યા છતાં કામ શરુ થયું નથી. જે રોડનું કામ શરુ કરીને નિયમ મુજબ સ્પીડ બ્રેકર પણ બનાવવા માંગ કરી છે. તેમજ વોર્ડ નં 1 માં આવેલ નવલખી રોડ પર કુબેરનગર 1 ,2 , 3, રોયલ પાર્ક, અક્ષરધામ, સહિતની સોસાયટીમાં પાણી નિકાલ માટે રોડ પાસે નાળુ છે. જેના પર દબાણ દુર કરી તથા રેલ્વે કોલોનીથી ભારત જીન સુધી સી ચેનલ કરી આપવાની માગ કરી છે.