ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી-માળિયાના પીવાના પાણી પ્રશ્ને પાણી પુરવઠા મંત્રીને રજૂઆત

મોરબીઃ જિલ્લામાં તેમજ માળિયા વિસ્તારમાં અપૂરતા વરસાદને પગલે પીવાના પાણીની તંગીની સ્થિતિ જોવા મળી રહી છે. નાગરિકો પાણીની તંગીથી પરેશાન થઈ રહ્યા છે, ત્યારે મોરબી-માળિયાના ધારાસભ્ય દ્વારા પાણીના પ્રશ્ને પાણી પુરવઠા પ્રધાનને રજૂઆત કરવામાં આવી હતી.

By

Published : May 12, 2019, 1:22 PM IST

ફાઈલ ફોટો

મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાણી પુરવઠા મંત્રીને રજૂઆતમાં જણાવ્યું છે કે, અમુક ગામોમાં 10 દિવસે પણ પીવાનું પાણી મળતું નથી. જેથી મોરબી માળિયા તાલુકા માટે હાલ પાણી પુરવઠા બોર્ડનું એક સબ ડીવીઝન છે. તે ઉપરાંત વધારાનું નવું સબ ડીવીઝન તાકીદે મંજુર કરવું જરૂરી છે. જેથી મોરબી અને માળિયાના પીવાના પાણીના પ્રશ્નો સમયસર ઉકેલી શકાય. આ ઉપરાંત, લીકેજ પાઈપલાઈન બદલવા, પાણી પુરવઠાના ઓવરહેડ ટેંકને નવેસરથી બાંધવા, સંપનો તૂટી ગયેલો સ્લેબ નવેસરની બાંધવા સહિતની રજુઆતો કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details