મોરબીઃ કોરોના મહામારીમાં કોચિંગ કલાસીસ ઘણા સમયથી બંધ છે. જેથી કોચિંગ કલાસીસના સંચાલકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. અંદાજે છ મહિનાથી આવક સદંતર બંધ હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે કોચિંગ કલાસીસ શરુ કરવા અને આર્થિક પેકેજની માંગ સાથે મોરબી એકેડેમિક એસોસિએશન દ્વારા મુખ્યપ્રધાનને સંબોધીને આવેદન પાઠવવામાં આવ્યું છે..
મોરબીમાં કોચિંગ કલાસીસ શરુ કરવા તેમજ આર્થિક પેકેજની માંગ સાથે સંચાલકોએ આપ્યું આવેદન - કોચિંગ કલાસીસ મોરબી
કોરોના મહામારીમાં કોચિંગ કલાસીસ ઘણા સમયથી બંધ છે. જેથી કોચિંગ કલાસીસના સંચાલકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. અંદાજે છ મહિનાથી આવક સદંતર બંધ હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે કોચિંગ કલાસીસ શરુ કરવા અને આર્થિક પેકેજની માંગ સાથે મોરબી એકેડેમિક એસોસિએશન દ્વારા મુખ્યપ્રધાનને સંબોધીને આવેદન પાઠવવામાં આવ્યું છે.
મોરબી એકેડેમિક એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટર મારફત રાજ્યના મુખ્યપ્રધાનને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીને પગલે આવક સંપૂર્ણ બંધ હોય જેથી ટ્યુશન ક્લાસ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવનાર સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જેથી સરકાર સલામતીના નિયમો સાથે સંચાલકોને વિદ્યાર્થીઓના નાના ગ્રુપમાં કલાસીસ શરુ કરવા પરવાનગી આપે તે જરૂરી છે. તેથી સંચાલકો સાથે જોડાયેલા અન્ય પરિવારો પણ પોતાની આજીવિકા મેળવી શકે. સાથે સાથે વિદ્યાર્થીઓને પણ ઓનલાઈન એજ્યુકેશનમાં પડતી મુશ્કેલીઓને નિવારી શકાય. આ ઉપરાંત સંચાલકોની વર્તમાન આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ હોય તે માટે વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી.