વિદ્યુત સહાયક ભરતીની પરીક્ષા રદ્દ, મોરબીના યુવાનોમાં રોષ - Anger at youth across the state
મોરબી: રાજ્ય સરકાર દ્વારા દોઢ વર્ષ જેટલા લાંબા સમય બાદ લેવાયેલી વિદ્યુત સહાયકની ભરતીની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જે આંતરગત રાજ્યભરના યુવાનોમા રોષ જોવા મળ્યો છે. લાંબા સમયની તૈયારી બાદ પરીક્ષા રદ્દ થતા વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફર્રી વળ્યું હતું.
વિદ્યુત સહાયક ભરતીની પરિક્ષા રદ થતા મોરબીના યુવાનોમાં રોષ
આજથી દોઢ વર્ષ પહેલા વિધુત સહાયક ભરતી માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે પરીક્ષા અચાનક જ રદ કરી દેવામાં આવી છે. જેથી ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો હતો. મોરબીના ઉમેદવારો સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલા ફોર્મ ભર્યું હતું અને બાદમાં સફળ થવા માટે દરરોજ 4 થી 5 કલાક વાંચન કરતા હતા, પરંતુ અચાનક જ મોબાઈલમાં મેસેજ આવ્યો અને જાણવા મળ્યું જે પરીક્ષા રદ થઇ છે. તેથી વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફર્રી વળ્યું હતું.