- મોરબીમાં કોરોના કેસમાં સતત વધારો
- જુના બસ સ્ટેન્ડ નજીક સર્વજ્ઞાતિ કોવિડ કેર સેન્ટર શરુ કરાયું
- યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ દ્વારા કોરોના કેર સેન્ટર કાર્યરત
મોરબીઃ રાજ્યમાં કોરોના કહેર વધી રહ્યો છે, ત્યારે ઈન્જેકશન અને ઓક્સિજનની સાથે દર્દીઓ વધતા પરિસ્થિતિ વધુ ખરાબ થતા હસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે પ્રાથમિક જરુરિયાત ગણાતા બેડ પણ નથી મળતા આથી અનેક સામાજિક સંસ્થાઓ મેદાને આવી રહી છે. ત્યારે મોરબીમાં શ્રી યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યુ છે. શહેરના જુના બસ સ્ટેન્ડ નજીક શ્રી દશાશ્રી માળી વણિક વાડી ખાતે શરુ કરવામાં આવ્યું છે મુખ્ય દાતા લાખાભાઈ જારીયા, દિલુભા જાડેજા અને જયુભા જાડેજાના સૌજન્યથી શરુ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ પોરબંદરમાં 5મું કોવિડ કેર સેન્ટર શેઠ NDR હાઈસ્કૂલમાં શરૂ કરાયું