- પ્રદેશ ભાજપના નવ નિયુક્ત હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો
- જયંતી કવાડિયા અને વિનોદ ચાવડાને પ્રદેશમાં સ્થાન મળતા સન્માન કરાયું
- માજી પ્રધાન જયંતી કવાડિયાની પ્રદેશ ઉપપ્રમુખ અને સાંસદ વિનોદ ચાવડાની પ્રદેશ મહામંત્રી તરીકે વરણી
મોરબીમાં પ્રદેશ ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો
ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા પ્રદેશ ભાજપ સંગઠનની રચના કરવામાં આવી છે. જેમાં વિવિધ હોદેદારોને નવી જવાબદારી સોપવામાં આવી છે. જે પ્રદેશ સંગઠનમાં જયંતી કવાડિયા અને વિનોદ ચાવડાને સ્થાન મળતા મોરબી ખાતે તેમનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીઃ ગુજરાત રાજ્યના માજી પ્રધાન જયંતી કવાડિયાની પ્રદેશ ઉપપ્રમુખ અને સાંસદ વિનોદ ચાવડાની પ્રદેશ મહામંત્રી તરીકે વરણી થતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જે સમારોહમાં મોરબી જિલ્લા ભાજપની ટીમ તેમજ વિવિધ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહીને હોદેદારોને સન્માનિત કર્યા હતા.
સાંસદ, ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા
અભિવાદન સમારોહમાં સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા, તાલુકા પ્રમુખ અરવિંદ વાંસદડિયા, શહેર પ્રમુખ લાખા જારીયા, પૂર્વ ધારાસભ્ય કાન્તી અમૃતિયા, ઉપરાંત ભાજપ અગ્રણી જયરાજસિંહ જાડેજા, જીજ્ઞેશ કૈલા, પૂર્વ ભાજપ પ્રમુખ રાઘવજી ગડારા, અજ્ય લોરિયા, રવિ સનાવડા, ઉદ્યોગપતિ કિરીટ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.