31ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કરોડો રૂપિયાનો દારૂ પીવામાં આવતો હોય છે. ત્યારે પોલીસ દ્વારા ગુજરાતમાં દારૂ ન આવે તે માટે વાહન ચેકિંગ કરવામાં આવતા હોય છે. મસમોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે.
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, 1 આરોપીની ધરપકડ - Wakaner Boundary
મોરબીઃ બામણબોર ટોલનાકાના વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી વિદેશી દારૂ ભરેલો ટ્રક રાજકોટ રેંજની ટીમે ઝડપી પાડીને એક શખ્સની અટકાયત કરી હતી. તો આ તમામ મુદામાલ પર પોલીસે કબજો કરી વધુ તપાસ હાથ ધરી છે.
એવામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહની સુચનાથી રાજકોટ રેંજ સાયબર સેલના પોલીસ ઇન્સપેક્ટર આર.એ.ડોડીયાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચોટીલા, રાજકોટ નેશનલ હાઇવે પરથી બંધ કન્ટેનર ટ્રક RJ14GG.1547માં વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક બામણબોર ટોલનાકા નજીક વાંકાનેર બાઉન્ડ્રી પાસે પોલીસ સ્ટાફના સુરેશભાઇ હુંબલ, કુલદીપસિંહ ચુડાસમા, શક્તિસિહ ઝાલા તથા કૌશીકભાઇ મણવર સહિતના સ્ટાફે વાહન ચેકીંગ કરતા હતા.
તે દરમિયાન ટ્રક નિકળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-7,236 કિંમત રૂપિયા 27,78,300 અને ટ્રક કિંમત રૂપિયા 15,00,000 આ ઉપરાંત મોબાઇલ ફોન-2 કિંમત 1,000 મળી કુલ મુદામાલ કિંમત રૂપિયા 42,79,300 કબજે કરી ડ્રાઇવર આરોપી પ્રદીપ રતીરામ પ્રજાપતી, આરોપી પ્રિતમ ઓમપ્રકાશ યોગી તતારપુર રાજસ્થાન ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી આપનાર, રોડ રસ્તા બાબતે માર્ગદર્શન આપનાર અને દારૂનો જથ્થો મંગાવનાર જૂનાગઢના ઇસમો વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલિસ સ્ટેસનમાં ગુનો નોંધી રાજકોટ રેન્જની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.