મોરબીઃ જિલ્લાના માળિયાની પીપળીયા ચોકડી નજીક આવેલી CCI કેન્દ્રના કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને CCI સેન્ટરના કામમાં રૂકાવટ કરવામા આવી હતી. જેથી CCI કેન્દ્ર ખાતે પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવી છે.
મોરબીની પીપળીયા ચોકડી નજીકના CCI કેન્દ્રના કર્મચારીને ધમકી, પોલીસ બંદોબસ્તની માંગ
માળિયાની પીપળીયા ચોકડી નજીક આવેલા CCI કેન્દ્રના કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને CCI સેન્ટરના કામમાં રૂકાવટ કરવામા આવી છે. જેથી CCI કેન્દ્ર ખાતે પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવી છે.
માળિયાની પીપળીયા ચોકડી નજીક આવેલી રવિરાજ જીનીંગ પ્રેસિંગ એન્ડ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા માળિયા પીએસઆઈને લેખિત અરજી કરી જણાવ્યું હતું કે, રવિરાજ જીનમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું CCI સેન્ટર ખોલવામાં આવ્યું છે. જીનમાં CCI કર્મચારી તીલોક્સ પારધી દ્વારા ખેડૂતોનો કપાસ ખરીદવામાં આવે છે. જેમાં કપાસની ખરીદી વખતે અજાણી વ્યક્તિ જીનમાં આવી CCI જનરલ મેનેજર સાથે ફોન પર ગેરવર્તન કર્યું અને જીનીંગ મિલ પર ફરજ બજાવતા CCI કર્મચારી પારધીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેના પગલે કર્મચારીઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ ફરિયાદનો નિકાલ અને પોલીસ બંદોબસ્ત કરવામાં ન આવે ત્યાં સુધી સેન્ટર બંધ રાખવાની ચિમકી ઉચ્ચારી છે.