ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં ગેરકાયદેસર બાયો ડીઝલ વેચનારા ત્રણ પંપમાંથી 19.65 લાખનો મુદ્દામાલ જપ્ત - મોરબી સુધા ઓર્ગેનિક ઓઈલ

મોરબી જિલ્લામાં ગેરકાયદેસર બાયો ડીઝલની બુમરાણ અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ જિલ્લાના પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં ત્રણ સ્થળેથી બાયો ડીઝલનો જથ્થો મળી આવતા 19.65 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

Morbi
મોરબી

By

Published : Oct 2, 2020, 10:40 AM IST

મોરબી: જિલ્લામાં એનઓસી વગર બાયો ડીઝલનું વેચાણ કરવામાં આવતું હોય જે ગેરકાયદેસર પ્રવૃતિઓ રોકવાના હેતુથી જિલ્લા પુરવઠા અધિકારી એસ.પી.પટેલની સૂચનાથી નાયબ મામલતદાર પાલીયા સહિતની ટીમે બાયો ડીઝલનું વેચાણ કરતા હોય તેવા સંભવિત 23 પંપ પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ત્રણ પંપ પરથી બાયો ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો.

જેમાં રંગપર નજીક આવેલ સુધા ઓર્ગેનિક ઓઈલમાંથી 12.91 લાખ, વાંકાનેરના મહાવીર બાયો ડીઝલમાંથી 3.87 લાખ અને ભલગામ નજીક ગુજરાત બાયો ડીઝલમાંથી 2.87 લાખનો જથ્થા સાથે કુલ 19.65 લાખની કિમતનો મુદામાલ જપ્ત કરાયો છે. તે ઉપરાંત વાંકાનેરના મહાવીર બાયો ડીઝલમાં નોઝલ અને ડીસ્પેચ યુનિટ તેમજ અન્ય બે પંપમાં ટાંકા હાલ સીલ મારી દેવાયા છે અને પુરવઠા વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details