મોરબી: આમરણ ગામના ખેડૂતોએ(Farmers of Amran village in Morbi) સિંચાઈ કચેરીમાં પાણીની માગને લઈને ધરણાં(Farmers protest over irrigation water in Morbi) કર્યા હતા. ખેડૂતોએ સિંચાઈ અધિકારીને આમરણ ગામના 1200 વિઘા જમીનમાં પૂરતા ફોર્સથી પાણી આપવામાં ન આવતું હોવાની રજૂઆત કરી હતી.
સિંચાઇની માંગ સાથે ધરણા:મોરબી જિલ્લાના 100થી ખેડૂતો પૂરતા પ્રમાણમાં પાણી નહિ ભરાતા ધરણા પર બેઠા હતા. ખેડૂતોએ સિંચાઈ અધિકારીને આમરણ ગામના 1200 વિઘા જમીનમાં પૂરતા ફોર્સથી પાણી આપવામાં ન આવતું હોવાની રજૂઆત કરી હતી(Farmers angry with slow release of water). તેમજ સિંચાઇની માંગ સાથે ખેડૂતો ત્યાં ઘરણા ઉપર બેસી ગયા હતા. અને બીજાના કહેવાથી પાણી ધીમું છોડાતું હોવાનો આક્ષેપ કર્યો હતો. ખેડૂતો સિંચાઈ માટે પૂરતા ફોર્સથી પાણી આપવામાં નહિ આવે ત્યાં સુધી ધરણા કરીશું તેવું જણાવી ધરણા ઉપર બેસી ગયા હતા.
આ પણ વાંચો:અમરેલીના ખેડૂતે અંજીરની ખેતી કરીને અણધારી આવક મેળવી, નવતર પ્રયોગ સફળ
ખેડૂતોના આક્ષેપ:મોરબીમાં આમરણ ગામના ખેડૂતોએ સિંચાઈ અધિકારી સમક્ષ ડેમ 3માંથી સિંચાઈ માટે પાણી આપવાની ઉગ્ર માગ કરી હતી. આ સિંચાઈના પાણી માટે ખેડૂતોએ પૈસા પણ ભરી દીધા હતા. તેમ છતાં સિંચાઈ માટે એકદમ ધીમી ધારે પાણી છોડાતા ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોએ પૂરતા ફોર્સથી પાણી છોડવામાં આવે તો જ છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચી શકે છે તેવી માંગ ઉઠાવી હતી. પરંતુ કોયલી ગામના કહેવાથી ધીમી ધારે પાણી અપાતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. આમરણ ગામના ખેડૂતોએ કહ્યું હતું કે ચોમાસામાં વધુ વરસાદથી પાક લઈ શકતા નથી અને રવીપાક અમારા માટે જીવાદોરી સમાન છે. એટલે ખેડૂતોએ રામધૂન બોલાવીને પૂરતા પ્રમાણમાં પાણી આપવાની માંગ કરી હતી.
આ પણ વાંચો:સાબરમતી નદી પર બે ડેમને મંજૂરી આપતા લોકોએ આપી આંદોલનની ચીમકી
પોલીસ ફોર્સની માગ:સિંચાઈ અધિકારી સાવલિયાએ ઈટીવી ભારત સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "આમરણ ગામના ખેડૂતોની જે પૂરતા ફોર્સથી સિંચાઈ માટે પાણી છોડવાની માંગ છે. એ મુજબ જ પાણી છોડવામાં આવશે. ગાંધીનગર જાણ કર્યા બાદ પૂરતા ફોર્સથી પાણી છોડવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું." તો આ અંગે ખેડૂત આગેવાનોએ ડેમના દરવાાજા ખોલવા દરમિયાન અસામાજિક તત્વો કનડગત ન કરે માટે પોલીસ ફોર્સની પણ માગ કરી છે.