- હળવદના ધનાળા ગામના પાટીયા પાસે અકસ્માત
- અમદવાદથી કચ્છ જતી એમ્બ્યુલન્સ પલ્ટી
- અકસ્માતમાં બે ઇજાગ્રસ્ત, ત્રણના મોત
મોરબી :હળવદના ધનાળા ગામના પાટીયા પાસે મોડી રાત્રીના ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા એક જ પરિવારના ત્રણ સ્વજનોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. જેમાં માંડવી તાલુકાના રહેવાસી ગઢવી પરીવારના સભ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. તેમજ અમદાવાદ હોસ્પિટલે સારવારમાં રહેલા દર્દીની તબિયતમાં સુધારો થતા અમદાવાદ હોસ્પિટલેથી રજા લઇને ખાનગી એમ્બ્યુલન્સમા પોતાના ઘરે પરત જઇ રહ્યા હતા. તે દરમિયાન હળવદના ધનાળા ગામના પાટીયા પાસે પહોચતા ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ પલ્ટી ખાઇ ગઇ હતી અને અકસ્માત સર્જાયો હતો.