ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારની મંજૂરી છતાં મોરબીમાં તમામ સિનેમાઘર હજી પણ બંધ, 100 ટકા ક્ષમતા સાથે સિનેમાઘર શરૂ કરવા માગ - Cinema

કોરોના મહામારીના (Corona epidemic) કારણે આખરે દોઢ વર્ષ પછી સિનેમાઘર (Theatre) ફરી શરૂ થયા છે. તો આ તરફ મોરબી જિલ્લામાં આવેલા 6માંથી એક પણ સિનેમાઘર (Theatre) હજી સુધી શરૂ નથી થયા. કારણ કે, જિલ્લાના સિનેમાઘરોના (Theatre) માલિકો 100 ટકા પ્રેક્ષકો સાથે સિનેમાઘર શરૂ કરવાની માગ કરી રહ્યા છે.

સરકારની મંજૂરી છતાં મોરબીમાં તમામ સિનેમાઘર હજી પણ બંધ, 100 ટકા ક્ષમતા સાથે સિનેમાઘર શરૂ કરવા માગ
સરકારની મંજૂરી છતાં મોરબીમાં તમામ સિનેમાઘર હજી પણ બંધ, 100 ટકા ક્ષમતા સાથે સિનેમાઘર શરૂ કરવા માગ

By

Published : Aug 20, 2021, 1:55 PM IST

  • સરકારની મંજૂરી છતાં મોરબીમાં 6માંથી એક પણ સિનેમાઘર (Theatre) નથી ખૂલ્યા
  • મોરબીમાં 6 સિનેમાઘરના માલિકોએ (Owners of Theatre) 100 ટકા ક્ષમતા સાથે સિનેમાઘર (Theatre) શરૂ કરવાની કરી માગ
  • મોરબીમાં 3 સિંગલ સ્ક્રિન (Single Screen) અને 3 મલ્ટિપ્લેક્સ સિનેમાઘર (Multiplex Theatre) આવેલા છે

મોરબીઃ કોરોના મહામારીના (Corona epidemic) કારણે દોઢ વર્ષથી સિનેમાઘરો (Theatre) બંધ જોવા મળી રહ્યા હતા. ત્યારે હવે સરકારે 60 ટકા ક્ષમતા સાથે ફરી એક વાર સિનેમાઘરો (Theatre) શરૂ કરવાની મંજૂરી આપી છે. તેમ છતાં મોરબી જિલ્લામાં એક પણ સિનેમાઘર (Theatre) શરૂ નથી થયા. કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકારે ધીમે ધીમે તમામ રાહત આપવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો-રાજકોટમાં આજથી સિનેમાઘર ખુલ્યા, સાંજે 7 વાગે છેલ્લો શો

સરકાર થિએટરમાં 100 ટકા પ્રેક્ષકો સાથે મંજૂરી આપે તેવી અમારી માગઃ સિનેમાઘરના સંચાલક

રાજ્યમાં કોરોનાના કેસ ઘટી ગયા હોવાથી સિનેમાઘર (Theatre) શરૂ થયા છે. ત્યારે મોરબી જિલ્લામાં 6 સિનેમાઘર (Theatre) આવેલા છે, જેમાંથી હજી સુધી એક પણ સિનેમાઘર (Theatre) શરૂ નથી થયા. ત્યારે આ અંગે ક્લબ-36 સિનેમાઘરના સંચાલક રાજુ વરમોરાએ જણાવ્યું હતું કે, મોરબીમાં 3 સિંગલ સ્ક્રિન અને 3 મલ્ટિપ્લેક્સ સિનેમાઘર આવેલા છે. રાજ્ય સરકાર 60 ટકા પ્રેક્ષકો સાથે મંજૂરી તો આપી પણ આટલા સમય સુધી સિનેમાઘર બંધ રહ્યા એટલે કોઈ રાહત મળી નથી. ત્યારે સરકાર 100 ટકા પ્રેક્ષકો સાથે મંજૂરી આપે તેવી અમારી માગ છે.

આ પણ વાંચો-દોઢ વર્ષ પછી આજે સિનેમાઘરો થયા શરૂ, અમદાવાદીઓ સિનેમાઘરોમાં ફિલ્મ 'બેલબોટમ' જોવા ઉમટ્યા

કોરોના ગાઈડલાઈન સાથે સિનેમાઘર ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે

સિનેમાઘરના (Theatre) સંચાલકે વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે દોઢ વર્ષ પછી કોરોના ગાઈડલાઈન (Corona Guideline) સાથે સિનેમાઘર ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. ત્યારે માલિકો કોરોના ગાઈડલાઈન (Corona Guideline)નું પાલન કરવા માટે તૈયાર છે પણ સરકાર 100 ટકા મંજૂરી આપે તેવી અમારી માગ છે, જેથી સિનેમાઘરોનો (Theatre) ખર્ચ નીકળી શકે.

ABOUT THE AUTHOR

...view details