ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદમાં શ્રમિકો પર કોંગો ફીવરની અસર, આરોગ્ય વિભાગ એલર્ટ - મોરબી

મોરબીઃ પશુઓ દ્વારા ફેલાતા કોંગી ફીવર વાયરસની હળવદમાં અસર થઈ છે. 25 તારીખે હળવદ નજીકની આસ્થા પોલીપેક નામની ફેક્ટરીમાં 3 શ્રમિકોમાં કોંગો ફીવરના લક્ષણો દેખાતા લોહીના સેમ્પલ લઈ રીપોર્ટ માટે મોકલાયા છે.

congo

By

Published : Aug 31, 2019, 10:43 AM IST

મોરબીમાંથી મોકલાયેલા આ રીપોર્ટ પોઝીટીવ આવ્યા હોવાથી ત્રણેય દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઉપરાંત અન્ય 11 શ્રમિકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આરોગ્ય ટીમે કોંગો ફીવરને ધ્યાનમાં રાખી સર્વે શરૂ કર્યો છે. તેમજ તેને રોકવા જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

હળવદમાં શ્રમિકો પર કોંગો ફીવરની અસર, આરોગ્ય વિભાગ એલર્ટ

દરમિયાન ફેક્ટરીમાં કામ કરતાં 66 દર્દીઓને મોરબી ખાતે સારવાર માટે ખસેડાયા છે. 36 દર્દીઓના રીપોર્ટ નોર્મલ આવ્યાં છે, જેથી તેમને રજા આપવામાં આવી છે, જ્યારે 28 દર્દીઓને મોરબી સિવિલ હોસ્ટિપટમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details