- મોરબી નજીક પલટી મારી ગયેલી કારમાંથી દારૂ સાથે બે એલઆરડી જવાન ઝડપાયા
- કાર પલટી ગયા બાદ અન્ય કારમાં દારૂ સગેવગે કરાયો
- સ્કોર્પિયો કાર પલટી મારી જતા દારૂનો જથ્થો મળી આવ્યો, પોલીસ દોડતી થઇ
મોરબી : જિલ્લાના જાંબુડિયા નજીક સ્કોર્પીઓ કાર પલટી મારી હતી. જે બનાવને પગલે તાલુકા પોલીસ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. તો કારમાંથી દારૂની 3 પેટી 36 નંગ કીમત રૂ 18,600 અને બીયર નંગ 32 કીમત રૂ 3200નો મુદ્દામાલ મળી આવતા પોલીસે કાર અને દારૂ-બીયર તેમજ 2 મોબાઈલ સહીત 5,46,920ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે. તો કારમાં સવાર આરોપી રાજદીપસિંહ અશોકસિંહ જાડેજા અને પૃથ્વીસિંહ રણજીતસિંહ જાડેજાને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.