મોરબીઃ જિલ્લામાં માળીયાના ઘાટીલા ગામ નજીક એક ઈનોવા કાર પલ્ટી મારી ગઈ હતી, જેથી ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે ઈનોવા કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા પોલીસ દોડી ગઈ હતી.
મોરબીમાં માળીયાના ઘાટીલા નજીક દારૂ ભરેલી કાર પલ્ટી, ચાલકનું મોત - Innova car
મોરબી જિલ્લામાં માળીયાના ઘાટીલા ગામ નજીક એક ઈનોવા કાર પલ્ટી મારી ગઈ હતી, જેથી ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે ઈનોવા કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા પોલીસ દોડી ગઈ હતી.
મોરબીમાં માળીયાના ઘાટીલા નજીક દારૂ ભરેલી કાર પલ્ટી, ચાલકનું મોત
મળતી માહિતી મુજબ માળીયાના ઘાટીલા ગામથી વેજલપર રોડ પર પસાર થતી ઈનોવા કાર નં જીજે 18 એબી 8047 પલ્ટી મારી જતા કારચાલક સુરેશ શર્માનું મોત થયું હતું. અકસ્માતમાં ઈનોવા કાર પલ્ટી મારી ગયા બાદ કારમાં રહેલો દારૂનો જથ્થો બહાર આવ્યો હતો. અકસ્માતની જાણ થતા અને ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા માળીયા પોલીસની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી તેમજ દારૂનો જથ્થો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.