ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારની રણ સરોવર યોજના સામે મીઠું પકવતા અગરિયાઓનો વિરોધ, હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું - Agarias sent application

સરકારના રણ સરોવર પોજેક્ટ સામે અગરિયાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને હળવદ તાલુકાના છેવાળા ગામ્ય રણકાંઠા વિસ્તારના મીઠું પકવતાં અગરિયાઓ દ્વારા હળવદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સરકારની રણ સરોવર યોજના સામે મીઠું પકવતા અગરિયાઓનો વિરોધ, હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
સરકારની રણ સરોવર યોજના સામે મીઠું પકવતા અગરિયાઓનો વિરોધ, હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

By

Published : Jul 7, 2020, 4:26 PM IST

મોરબી: સરકાર દ્વારા રણ સરોવર પોજેક્ટ પર વિચારણા ચાલી રહી છે, ત્યારે લાખો અગરિયા કચ્છના નાના રણમાં મીઠું પકવતાં પરિવાર સાથે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે સરકારની વિચારણાઓ સામે અગરિયાઓના જીવાદોરી સમાન રણ સરોવર બનવા જઈ રહ્યું છે. ત્યારે આ બાબતને લઈને ઠાકોર સમાજની આગેવાની દ્વારા અગરિયાઓ માટે ન્યાયની માગણી સાથે હળવદ મામલતદારને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

સરકાર રણ સરોવર બનાવવા પર વિચારણા કરે તો, લાખો અગરિયા કચ્છના નાના રણમાં મીઠું પકવતાં પરિવારની રોજીરોટી છીનવાઈ જશે. જેથી અગરિયાઓ પરિવારોની આવકને ધ્યાનમાં રાખીને સરકાર યોગ્ય નિર્ણય કરે તે જરૂરી છે. જો આગામી સમયમાં સરકાર અગરિયા પરિવારના કલ્યાણ માટે વિચારણા નહી કરે તો, ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details