- સોલાર વોટર પંપ સિસ્ટમ સબસીડી યોજના લંબાવવાની માંગ કરાઇ
- આ યોજના હેઠળ 2700 અગરિયાઓને જ લાભ મળ્યો છે
- સબસીડીનો લાભ ત્રણ વર્ષ માટે લંબાવવા માંગ કરાઇ
હળવદ:તાલુકાના ટીકર ગામમાં યોજાયેલ એક સંમેલનમાં સોલાર વોટર પંપ સિસ્ટમ સબસીડી (Solar water pump system subsidy) યોજના લંબાવવા અગરીયાઓએ સરકાર સમક્ષ માગણી કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, અત્યાર સુધી કુલ 3800 જેટલા પરિવાર દ્વારા સોલાર સિસ્ટમની ખરીદીન (Purchase of solar system by 800 families) કરવામાં આવી છે. આ યોજના સમયે સરકારનો 5 હજાર અગરિયાઓને લાભ આપવાનો લક્ષયાંક (Government target to benefit 5 thousand Agaryas)રાખવામાં આવ્યો હતો જેમાંથી 2700 પરિવારોને આ યોજનાનો લાભ લેવાની તક મળી છે.
સોલર વોટર પંપ સિસ્ટમ સબસીડીથી અગરિયાઓનું સામાજિક સ્તર સુધર્યું
હાલ બાકી રહેલા અગરિયાઓને પણ આ યોજનાનો લાભ મળી રહે તે માટે થઇને સરકારને રજુઆત કરવામાં આવી હતી. આ વિશે અગરિયાઓનું કહેવું છે કે, આ યોજનાના કારણે મહિને 10 થી 15 હજાર રૂપિયા સુધી ડીઝલનો ખર્ચ બચે છે. આ સોલાર સિસ્ટમના માધ્મના લીધે અમારે ડિઝલની જરૂર પડતી નથી (We don't need diesel because of the solar system) જેનાથી ગણતરી કરીએ તો, વાર્ષિક દોઢ લાખ જેટલી બચત માત્ર ડીઝલનો ઉપયોગ ના થવાને કારણે થઈ જાય છે. આનાથી અગરિયાઓનું સામાજિક સ્તર પણ સુધર્યું છે.