ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદના નવા રાયસંગપર ગામે ગૌવંશ પર એસીડ ફેકાયું - latest news of Halwad

હળવદ તાલુકાના નવા રાયસંગપર ગામે આશરે 6 ગૌવંશ પર એસિડ એટેક કરી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જેથી રોષે ભરાયેલા ગૌ પ્રેમીઓએ પોલીસને ઘટનાની જાણ કરી ન્યાયની માગ કરી છે અને જો ન્યાયિ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગૌ રક્ષકોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

હળવદ
હળવદ

By

Published : Jun 9, 2020, 2:42 PM IST

મોરબીઃ જિલ્લાના હળવદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં છાશવારે અબોલ જીવો પર એસિડ ફેકાતું હોવાની ઘટના સામે આવતી રહેે છે. છતાં કોઈ કડક કાર્યવાહી ન થતાં આ પ્રકારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

હાલમાં જ હળવદ તાલુકાના નવા રાયસંગપર ગામે વાડી વિસ્તારમાં 6 ગૌવંશો પર એસિડ ફેકવામાં આવ્યું છે. જેથી ગૌ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

આમ, વારંવાર બનતી ઘટનાઓ સામે ગૌરપ્રેમીઓએ અવાજ ઉઠાવ્યો છે અને હળવદ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી છે. સાથે જ જ્યાં સુધી આ ઘટનામાં યોગ્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી પોતાની લડત ચાલું રાખવાની ચિમકી ઉચ્ચારી છે.

મળતી માહિતી પ્રમાણે, ઘટનાની જાણ થતાં સરપંચ અને આગેવાનો સ્થળ પર દોડી જઈને હળવદ પોલીસને જાણ કરી હતી. જો કે, હજુ સુધી ગૌવંશ પર કોણે એસીડ ફેક્યું તે હજુ જણવા મળ્યું નથી પરંતુ આવા આરોપી પર કડક કાર્યવાહી કરવાની માગ પ્રબળ બની છે.

ABOUT THE AUTHOR

...view details