ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદ પોલીસ મથકના લોકઅપમા હત્યાના આરોપીનો ગળેફાંસો ખાઈ આપધાત - ગુન્હાના સમાચાર

હળવદ પોલીસ સ્ટેશન લોકઅપમાં હત્યાના આરોપીએ ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હોવાની માહિતી મળી રહી છે. તો ધટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે. લોકઅપમાં આપધાતના બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા.

હળવદ પોલીસ મથકના લોકઅપમા હત્યાના આરોપીનો ગળેફાંસો ખાઈ આપધાત
હળવદ પોલીસ મથકના લોકઅપમા હત્યાના આરોપીનો ગળેફાંસો ખાઈ આપધાત

By

Published : Sep 30, 2021, 7:38 AM IST

  • થોડા દિવસ પહેલા દીધડિયા ગામે હત્યાના બનાવમાં ઝડપાયો હતો
  • આપધાત કરનાર યુવાને તેના સગાભાઈની હત્યા કરી હતી
  • બનાવ બાદ પોલીસે ગુન્હો નોંધી મૃતક મુન્નાને ઝડપી પાડ્યો હતો

હળવદ : મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં હત્યાના આરોપી મુન્ના કુકાભાઈ સારલાએ ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હોવાની માહિતી મળી રહી છે. તો ધટનાની જાણ થતા મોરબી DySP, હળવદ પ્રાંત અધિકારી સહિતના ઉંચ્ચ અધિકારીઓ ધટના સ્થળે દોડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો મૃતકના મૃતદેહ ને પણ પોસ્ટમોટમ મા ખસેડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાની માહિતી મળી રહી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા SOG પોલીસે 2 આરોપી સાથે 260 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે કર્યું

આપધાત નું કારણ હજી પણ અકબંધ

ગત તા. ૨૧ ના રાત્રીના હળવદ તાલુકાના ચિત્રોડી ગામના અને હાલ દિઘડીયા ગામની સીમ વિસ્તારમાં વાડીએ રહેતા ત્રણ સગાભાઇઓ વચ્ચે ખેતીમાં પાણી લેવા પ્રશ્ને બોલાચાલી થયા બાદ મુકેશ કુકાભાઈ સારલા (ઉંમર વર્ષ ૩૫)ની તેમના જ બે સગા ભાઈઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. જેથી આ બનાવની મૃતકના પત્નીએ હળવદ પોલીસ મથકે તેમના દિયર અને જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતકના નાનાભાઈ એવા આરોપી મુના સારલાને ઝડપી લીધો હતો. જ્યારે આ ગુનામાં હજુ રઘુ પોલીસ પકડથી દુર છે. મૃતક મુન્ના સારલાએ ક્યા કારણોસર લોકઅપમાં આપધાત કર્યો તે જાણી શકાયું નથી પણ લોકઅપમાં આપધાતને પગલે પોલીસ તંત્ર દોડતું થયું છે.

આ પણ વાંચો : ગાડીઓના કાચ તોડી ચોરી કરનાર નાયડુ ગેંગના પાંચ ઇસમો 94,500 ના મુદ્દામાલ સાથે ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details