ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં અપહરણ-દુષ્કર્મના આરોપીએ જેલમાં આત્મહત્યા કરી - POSCO Act

મોરબી સબ જેલમાં એક આરોપીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. ધટનાની જાણ પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલ દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

death
મોરબીમાં અપરહણ-દુષ્કર્મના આરોપીએ જેલમાં આત્મહત્યા કરી

By

Published : Apr 26, 2021, 12:55 PM IST

  • પોસ્કો એક્ટનો ગુનેગારે કરી જેલમાં આત્મહત્યા
  • પોલીસે આ બાબતે હાથ ધરી તપાસ
  • અપહરણ અને દુષ્કર્મનો આરોપી હતો

મોરબી: જિલ્લાના વીશીપરા વિસ્તારમાંથી ગત ડિસેમ્બર મહિનામાં સગીરાનું અપહરણ કરાયું હતું, જે અંગે બી ડિવિજનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે પોકસો એકટ મુજબ ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં મોરબી LCBના સ્ટાફ દ્વારા મુખ્ય આરોપી જેનુલ ઉર્ફે આબેદીન ઉર્ફે અબુ હૈદરઅલી કટીયા મિંયાણા ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તે તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને બિલ્ડરે આત્મહત્યા કરી


ક્યા કારણોસર આપધાત કર્યો તે દિશામાં પોલીસે તપાસ ચલાવી


10-15 દિવસ પહેલા સબજેલમાં આવેલા આરોપીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી .મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ તથા મોરબી PIએ પ્રાથમિક તપાસ ચાલવી બાદમાં વધુ તપાસ DYSP ચલાવી રહ્યા છે. મૃતકે ક્યા કારણોસર આપધાત કર્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .

ABOUT THE AUTHOR

...view details