- મોરબીમાં એટીએમ મશીનમાં ચેડાં કરનારો આરોપી ઝડપાયો
- યુપીની ગેંગના લોકો એટીએમમાંથી પૈસા ઉપાડી લેતા હતા
- પૈસા ઉપાડી બેન્કમાં રકમ નહીં મળ્યાની ફરિયાદ કરતા હતા
- પોલીસે એટીએમ પર વોચ રાખી એક આરોપીને ઝડપી પાડ્યો
મોરબીઃ મોરબી જિલ્લામાં બેન્કો અને એટીએમ મશીન સાથે છેડછાડ કરીને રોકડ રકમ ઉપાડી તે રકમ નહીં મળ્યાની ફરિયાદ કરી બેન્ક સાથે છેતરપિંડીના કિસ્સા બની રહ્યા હતા. આ ગુનાનો ભેદ ઉકેલવા એલસીબી ટીમ તપાસમાં હતી. મોરબી ખાતેના એસબીઆઈ બેન્ક સંચાલિત એટીએમ મશીનો પાસે વોચ રાખતા એક શંકાસ્પદ વ્યક્તિ આંટા મારતો દેખાયો હતો, જેની અંગ ઝડતી કરતા 7 એસબીઆઈ બેન્કના એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. ત્યારબાદ આરોપીની પૂછપરછ કરતા અન્ય સાગરિતો સાથે મળીને મોરબી અને ટંકારા વિસ્તારમાં આવેલા એટીએમ મશીનમાંથી કુલ રૂપિયા 4,16,500નું ટ્રાન્ઝેક્શન કરી ઓનલાઈન ફરિયાદ કરી હતી. જ્યારે ટંકારા વિસ્તારમાં એટીએમ મશીનમાંથી કરેલા ટ્રાન્ઝેક્શનના રૂપિયા 1,29,000 મળીને કુલ રૂ 2,28,000 પોતાના બેન્ક ખાતામાં જમા કરાવી લીધા હતા.