ગુજરાત

gujarat

ETV Bharat / state

કોમી શાંતિ ડહોળાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ, આરોપીની ધરપકડ

વાંકાનેરના એક શખ્શે કોમી શાંતિ ડહોળાય તેવી પોસ્ટ ફેસબુક પર અપલોડ કરી હતી. જેમને પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોમી શાંતિ ડહોળાય તેવી ફેસબુકમાં પોસ્ટ કરનાર આરોપી ઝડપાયો
કોમી શાંતિ ડહોળાય તેવી ફેસબુકમાં પોસ્ટ કરનાર આરોપી ઝડપાયો

By

Published : Jun 4, 2020, 2:45 PM IST

મોરબીઃ જિલ્લાના વાંકાનેરના એક શખ્શે કોમી શાંતિ ડહોળાય તેવી પોસ્ટ ફેસબુક પર અપલોડ કરી હતી. જે મામલે વાંકાનેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.


વાંકાનેરમાં આરોપી મનસુર લાકડાવાળાએ ફેસબુકમાં આરએસએસ વિરુદ્ધ ટીપ્પણી કરતી પોસ્ટ કરી કોમી શાંતિ ડહોળાય તેવી પોસ્ટ શેર કરી હતી. આરોપી સામે વાંકાનેર પોલીસે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી હતી અને વાંકાનેર સીટી પીઆઈ એચ.એન રાઠોડની ટીમ આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી. જેમાં આરોપી મન્સુર લાકડાવાલાને સીટી સ્ટેશન રોડ મહાવીર જીન સામેથી ઝડપી લઈને સરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details