વાંકાનેરમાં ડમ્પર અને બોલેરો વચ્ચે અકસ્માતમાં યુવાનનુ મોત - wakaner
મોરબી : જિલ્લામાં વાંકાનેરના ઢુવા ઓવરબ્રિજ પાસે ડમ્પર અને બોલેરો પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત નિપજ્યુ છે.

વાંકાનેરમાં ડમ્પર અને બોલેરો પીકઅપ વચ્ચે અકસ્માતમાં સર્જાતા યુવાનનુ મોત
વાંકાનેરના ઢુવા ઓવરબ્રિજ પાસે ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જેમાં અડફેટે લેતા બોલેરો પીકઅપમાં સવાર યુવાનનું મોત નિપજ્યુ હતું. જયારે આ અકસ્માતમાં ડમ્પર ચાલકને પણ ઈજા પહોંચી હતી. આ સમગ્ર બનાવને લઇને પોલીસે અકસ્માતના બનાવનો ગુનો નોંધ આગળની તપાસ હાથ ધરી છે.