મોરબીઃ ટંકારા તાલુકાના હડમતિયા ગામ પાસે વહેલી સવારે ઘઉં કાપવાનું કટર મશીન પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે પંજાબી યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ઈજાઓ થઇ હોવાથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ટંકારાના હડમતીયા ગામ નજીક ઘઉંનું કટર મશીન પલટી મારી જતા 2ના મોત
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામ પાસે વહેલી સવારે ઘઉં કાપવાનું કટર મશીન પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે પંજાબી યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા છે.જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ઈજાઓ થઇ હોવાથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના હડમતિયા ગામ નજીક વહેલી સવારે ઘઉં કાપવાનું કટર મશીન લઈને પાંચ પંજાબી જઈ રહ્યા હતા, ત્યારે મશીન હડમતીયા ગામ નજીક અચાનક જ પલટી મારી જતાં મશીનમાં સવાર પાંચ વ્યક્તિમાંથી બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
જ્યારે બાકીના ત્રણ વ્યક્તિને ઈજાઓ થતાં તેમને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બે વ્યક્તિના મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં 48 વર્ષીય મૃતકનું નામ બહાદુર સિંગ અને 50 વર્ષીય મૃતકનું નામ પોલોરામ છે. તેમજ તે બંને મૂળ પંજાબના હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે હંસરાજ, ગુરુતેજસિંગ અને નરેન્દ્રસિંગ ગોધીરામ નામના ત્રણ વ્યક્તિઓને ઈજાઓ તથા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને મૃતકના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડીને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.