ગુજરાત

gujarat

ETV Bharat / state

Accidental Death in Morbi 2022 : મુંબઈથી કચ્છ જતાં પટેલ પરિવારને નડ્યો અકસ્માત, 3નાં મોત - Accident of Kutch Family From Mumbai

આજે હળવદ-માળિયા હાઈવે પર ફોર્ચ્યુંનર કાર પલટી મારી ગઇ હતી. જેમાં માતાજીના દર્શને જતાં પટેલ પરિવારના ત્રણ વ્યક્તિના (Accidental Death in Morbi 2022 ) જીવનદીપ બુઝાયા છે.

Accidental Death in Morbi 2022 : મુંબઈથી કચ્છ જતાં પટેલ પરિવારને નડ્યો અકસ્માત, 3નાં મોત
Accidental Death in Morbi 2022 : મુંબઈથી કચ્છ જતાં પટેલ પરિવારને નડ્યો અકસ્માત, 3નાં મોત

By

Published : Feb 9, 2022, 7:20 PM IST

મોરબીઃ આજે હળવદ-માળિયા હાઈવે ગમખ્વાર એક અકસ્માત (Accident on Halvad Maliya Road in morbi) સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ફોર્ચ્યુંનર કાર પલટી મારી જતા માતાજીના દર્શને જતા પટેલ પરિવારના ત્રણ વ્યક્તિના (Accidental Death in Morbi 2022 ) જીવનદીપ બુઝાયા છે. તો યુવાન સહિત બે વ્યક્તિને ઈજા પહોંચી છે.

પટેલ પરિવાર આઠમ નિમિતે રાપરના દેશલપર ગામમાં બ્રાહ્મણી માતાજીના દર્શન અર્થે જતાં હતાં

આઠમ નિમિતે રાપરના દેશલપર ગામે જતો હતો પરિવાર

મુંબઈથી ગુજરાતના કચ્છ જિલ્લામાં માતાજીના દર્શન અર્થે જતા પરિવારને આજે મોરબીના હળવદ-માળિયા હાઈવે પર અકસ્માત નડ્યો (Accident on Halvad Maliya Road in morbi) હતો. જે અકસ્માતમાં કાર કોઈ કારણોસર પલટી મારી ગઈ હતી. કારમાં સવાર બે મહિલાઓ સહિત ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી જયારે કારના ચાલક યુવાન સહિત બે વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૂળ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વતની અને હાલ મુંબઈમાં (Accident of Kutch Family From Mumbai ) સ્થાયી થયેલ પટેલ પરિવાર આઠમ નિમિતે રાપરના દેશલપર ગામમાં બ્રાહ્મણી માતાજીના દર્શન અર્થે જતાં હતાં દરમિયાન અકસ્માત નડ્યો હતો જેમાં ત્રણ વ્યક્તિના મોત (Accidental Death in Morbi 2022 ) થતા અરેરાટી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચોઃ સુરતના ઓલપાડમાં શેરડી ભરેલા ટ્રેક્ટરે બે બાળકોનો જીવ લીધો

એક જ કુટુંબના ત્રણ વ્યક્તિઓના મૃત્યુને પગલે પરિવાર શોકમય

જે અકસ્માતના બનાવ મામલે પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ ગમખ્વાર (Accident on Halvad Maliya Road in morbi) અકસ્માતમાં સામુબેન વસ્તાભાઈ પટેલ (ઉ.વ.75) મોંઘીબેન માનાભાઈ પટેલ (ઉ.વ.50) અને રમેશભાઈ વસ્તાભાઈ પટેલ (ઉ.વ.50) એમ એક જ કુટુંબના ત્રણ વ્યક્તિના મોત (Accidental Death in Morbi 2022 ) થયાં હતાં. કારના ચાલક ઋત્વિક માનાભાઈ પટેલ નામના યુવાન અને વસ્તાભાઈ નારાયણભાઈ પટેલ એમ બે વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખસેડાયા છે. મૂળ રાપરના દેશલપરના વતની પટેલ પરિવાર હાલ મુંબઈમાં (Accident of Kutch Family From Mumbai ) કરીયાણા દુકાન અને ઈમીટેશન વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું જાણવા મળ્યું છે. જોકે અકસ્માત ક્યાં કારણોસર સર્જાયો તે સ્પષ્ટ થયું નથી, જેથી પોલીસ બનાવ મામલે વધુ તપાસ ચલાવી રહી છે. જોકે કારના ચાલક ઋત્વિક પટેલ નામના યુવાન ઈજાગ્રસ્ત હોવાથી તેની સારવાર બાદ મોરબી પોલીસં નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરશે.

આ પણ વાંચોઃ Accident in Vapi GIDC: વાપી GIDCમાં બોલેરો અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

પોલીસે વધુ તપાસ હાથ ધરી

હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર (Accident on Halvad Maliya Road in morbi) અકસ્માતને પગલે પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવાર આઠમમાં માતાજીના દર્શન અર્થે જતા હોય ત્યારે હાઈવે પર કાળનો ભેટો થયો હતો. જેથી પટેલ પરિવારમાં હૈયાફાટ રૂદનના દ્રશ્યો (Accidental Death in Morbi 2022 ) જોવા મળ્યા હતાં. તો તેમના વતનમાં પણ ગમગીની વ્યાપી ગઈ હતી. હાલ પોલીસ અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

ABOUT THE AUTHOR

...view details