ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના ધુંટુ ગામ નજીક બાઇકને નડ્યો અકસ્માત,બે લોકોના મોત - અક્સમાતમાં બે બાઇકસવારનું મોત

મોરબીના ધુંટુ ગામ નજીક કાર અકસ્માત સર્જાયો હતો.આ ઘટનામાં બાઈકસવાર બે આધેડના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મોરબી હળવદ હાઇવે ઉપર આવેલા ધુંટુ ગામ નજીક બાઈક અને કારનો અકસ્માત સર્જાતા ઘટનામાં બે લોકોના મોત થયા હતા. અકસ્માતમાં એક આધેડનું ઘટનાસ્થળે મોત થયું હતું અને અન્ય આધેડનું રાજકોટ સારવારમાં દરમિયાન મોત થયું હતું.આ બનાવને પગલે તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અકસ્માત
અકસ્માત

By

Published : Jun 30, 2020, 7:38 PM IST

મોરબી: માહિતી મુજબ હળવદના રહેવાસી રમેશ કેશવજીભાઈ રાઠોડ અને અશોક વનનારાયણ નામના બે મિસ્ત્રી કામ અર્થે મોરબી આવ્યા હતા અને મોરબીથી કામ પૂર્ણ કરીને રાત્રી દરમિયાન હળવદથી પરત ફરતા હતા ત્યારે ઘૂટું ગામ નજીકથી પસાર થતા કારચાલકે બાઈકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનામાં એકનું ઘટનાસ્થળે મોત થયું હતું, જયારે અન્યને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટના બાદ મોરબી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details