મોરબીઃ મોરબીના પીપળીયા ચાર રસ્તાથી મોડપર જવાના રસ્તે રોડની સાઈડમાં બે લોકો બાઈક પાસે ઉભા હતા. આ દરમિયાન બોલેરોના ચાલકે ઠોકરે ચડાવતા બંને લોકોના કરુણ મોત નીપજ્યા છે.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી નજીક બોલેરો ચાલકે બે લોકોને મારી ઠોકર, અકસ્માતમાં બંનેના મોત - મોરબી અકસ્માત ન્યૂઝ
મોરબીમાં રોડની સાઈડમાં ઉભેલા બે શખ્સોને બોલેરો ચાલકે ઠોકરે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે.
બનાવની મળતી માહિતી મુજબ હિતેશભાઈ ડાયાભાઇ વરસાનીયા (ઉ.વ.૩૫) અને વશરામભાઈ શંકરભાઈ સારલા (ઉ.વ.૩૫) બંને શખ્સો પીપળીયા ચાર રસ્તાથી મોડપર જવાના રસ્તે રોડની સાઈડમાં ઉભા હતાં. આ દરમિયાન બોલેરો ચાલકે બાઈક અને બંને મિત્રોને ઠોકર મારતા અક્સમાત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને મિત્રોને ગંભીર ઈજા પહોંચતા યુવાનોને સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું.
મૃતક વશરામભાઈ પરિણીત છે. જેને સંતાનમાં દીકરી અને દીકરો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.