ગુજરાત

gujarat

ETV Bharat / state

માળીયાના માણાબા નજીક ટ્રકની ઠોકરે 12 પશુના મોત, માલધારીને પણ ઈજા - મોરબીમાં અકસ્માત

માળિયાના માણાબા અને વાઘરવા ગામ નજીક પસાર થતા ટ્રક ચાલકે રસ્તા પરના પશુઓને ઠોકરે ચડાવ્યા હતા. જેમાં 12 બકરીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજયા હતા તો ટ્રકની ઠોકરે પશુપાલકને પણ ઈજા થઇ હતી. જે મામલે માળિયા પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પશુઓના મોત
પશુઓના મોત

By

Published : Sep 18, 2020, 10:05 AM IST

મોરબી : માળિયાના માણાબા અને વાઘરવા ગામ નજીક પસાર થતા ટ્રક ચાલકે રસ્તા પરના પશુઓને ઠોકરે ચડાવ્યા હતા. જેમાં 12 બકરીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજયા હતા તો ટ્રકની ઠોકરે પશુપાલકને પણ ઈજા થઇ હતી. જે મામલે માળિયા પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, માળિયા તાલુકાના માણાબા અને વાઘરવા ગામ વચ્ચેથી માલધારી પોતાના પશુઓ લઈને જઇ રહ્યો હતો, ત્યારે પુરપાટ આવતા ટ્રક ચાલકે માલધારી અને પશુઓને ઠોકરે ચડાવ્યા હતા. જેથી અકસ્માત સર્જાતા 12 બકરીના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા.આ સાથે જ પશુપાલક શામાભાઇ હીરાભાઈ રબારીને પણ ઈજા પહોંચી હતી.

ઘટનાની જાણ થતા 108 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત પશુપાલકને સારવાર માટે મોરબી રીફર કરાયા હતા. અકસ્માત સર્જાયા બાદ આગળ જતા ટ્રક પણ પલટી ગયો હતો ટ્રક કોલસાથી લોડેડ હતો.

ABOUT THE AUTHOR

...view details