ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેર નજીક થર્ટી ફર્સ્ટની રાત્રીએ ગમખ્વાર અકસ્માત, 2 યુવાનના મોત - મોરબી સમાચાર

મોરબીઃ થર્ટી ફસ્ટની રાત્રીના વાંકાનેર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર પલ્ટી જતા તેમાં સવાર 5 યુવાનો પૈકી 2ના મોત થયા હતા અને અન્ય 3 યુવાનોને ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

accident-in-morbi-2-death
accident-in-morbi-2-death

By

Published : Jan 1, 2020, 12:47 PM IST

મોરબીમાં 2 યુવાનોને થર્ટી ફસ્ટની રાત્રી અકાળ લઈને આવી છે. મોડી રાત્રે મોરબી જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાંકાનેરના લુણસરિયા નજીકથી પસાર થતી કાર પલ્ટી મારી ગઈ હતી. આ કારમાં 5 યુવાનો હતા, જેમાંથી કાર સવાર ધર્મેન્દ્ર ચંદુભાઈ મકવાણા અને ચેતન હસમુખભાઈ નિમાવતનું મોત થયું છે. જ્યારે કારમાં સવાર અન્ય યુવાન વિપુલ રઘુભાઈ રાવલ, અલ્પેશ ધોળકીયા અને કલ્પેશ હસમુખ નિમાવતને ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડ્યા છે.

વાંકાનેર નજીક થર્ટી ફર્સ્ટની રાત્રીએ ગમખ્વાર અકસ્માત

અકસ્માતના બનાવની જાણ થતા વાંકાનેર શહેર PI એચ. એન. રાઠોડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ ચલાવી હતી અને અકસ્માત સ્થળ પાસેથી બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં નશો કરીને કાર ચલાવ્યાનું માલૂમ પડતા ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે.

ABOUT THE AUTHOR

...view details