- ડ્રાઇવર ટ્રકને રોડની સાઈડમાં ઉભી રાખી ટ્રકનું ટાયર ચેક કરી રહ્યો હતો
- અમદવાદ તરફ જતા ટ્રકના ડ્રાઈવરને પાછળથી અન્ય ટ્રકની ટક્કર
- બંધ ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા એક ડ્રાઇવરનું કરૂણ મોત
મોરબી: હળવદ હાઈવે ઉપર આવેલી મંગલ હોટલ પાસે કચ્છથી અમદાવાદ જતી ટ્રકના ડ્રાઇવર 49 વર્ષીય ભીખુ હમીર રાવતા ટ્રકને રોડની સાઈડમાં ઉભી રાખી ટ્રકનું ટાયર ચેક કરી રહ્યા હતા. ત્યારે, પાછળથી આવતી ટ્રકનું ટાયર ફાટતા તેના ચાલક વિશાલ રાજપુત સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બંધ પડેલા ટ્રક પાછળ ધડાકાભેર ટ્રક અથડાઈ હતી. આ ઘટનામાં ભીખુભાઈને ગંભીર ઇજા પહોંચી હતી. આથી, તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો:કીમ રેલવે સ્ટેશન નજીક અડફેટે આવેલા 14 વર્ષીય સગીરની હત્યાની આશંકા