મોરબીઃ રાજકોટ હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાય છે. જેમાં વધુ એક અકસ્માતમાં કિસ્સો ઉમેરાયો છે. ગત રાત્રીના ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં.
મોરબીના મીતાણા નજીક ટ્રેલર-ડમ્પર વચ્ચે અકસ્માત, સર્જાયો ટ્રાફિકજામ
મોરબી-રાજકોટ હાઈ-વે પર રાત્રે ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનીસબે કોઈ જાનહાની થઈ નથી. આ ઘટનાને કારણે રોડ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મળતી વિગત મુજબ, મોરબી રાજકોટ હાઈવે પર મીતાણા ચોકડીએ ડમ્પર અને ટ્રેલર વચ્ચે રાત્રીના અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત થતાંં ટ્રેલર પલટી મારી ગયું હતું. આ અકસ્માતને પગલે રોડ પર વાહનચાલકોની લાંબી લાઈનો જોવા મળી હતી. આ ઘટનામાં કોઈને જાનહાની થઇ ન હોવાની માહિતી મળી હતી.
આ ઘટનાની જાણ થતાં ટંકારા પોલીસે ઘટનાસ્થળે પહોંચનીને ટ્રાફિક સમસ્યા દૂર કરી હતી. તેમજ તપાસ હાથ ધરી હતી. જેમાં અકસ્માત સર્જનાર ડમ્પરચાલક રામજી કરણાભાઈ નશાની હાલતમાં હોવાથી તેને ઝડપી પાડી કાદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.