મોરબીઃ હળવદ-માળિયા હાઈવે એક ગમખ્વાર અકસ્માત થતા બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હળવદ-માળિયા હાઈવે પર ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત, બેના મોત - Oil Tanker
મોરબીના હળવદ-માળિયા હાઈવે પર ઓઈલ ટેન્કર અને હ્યુન્ડાઈ ઈયોન કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
હળવદના સુસવાવ ગામ નજીક સવારના સમયે ઓઈલ ટેન્કર પાછળ હ્યુન્ડાઈ ઈઓન કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટનાસ્થળે જ બે વ્યક્તિ મોતને ભેટ્યા હતા. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને સારવાર માટે હળવદ બાદ સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા.
બે મૃતકોનું નામ બીત્ર બિપીનભાઈ ગાલા અને બિપીનભાઈ ઠાકરસીભાઈ ગાલા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત વિકી બિપીનભાઈ ગાલા અને કલ્પના બિપીનભાઈ ગાલાને હોસ્પિટલ લઈ જવાયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા હળવદ પોલીસના અરવિંદ ઝાપડિયા સહિતનો પોલીસ કાફળો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.