ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદની મોરબી ચોકડી નજીક ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, એકનું મોત - હોસ્પિટલ

મોરબીમાં હળવદ અને મોરબીની ચોકડી નજીક રાત્રિના સમયે એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેના કારણે એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બે પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે, ઘટનાની જાણ થતા હળવદ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી કરી હતી.

હળવદની મોરબી ચોકડી નજીક ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, એકનું મોત
હળવદની મોરબી ચોકડી નજીક ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, એકનું મોત

By

Published : Feb 23, 2021, 3:02 PM IST

  • એસટી બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતનું કારણ જાણી શકાયું નથી
  • ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
  • બે ફસાયેલા ઈજાગ્રસ્ત પ્રવાસીઓને એક કલાક બાદ બહાર કઢાયા

મોરબીઃ હળવદની મોરબી ચોકડી નજીક રાત્રીના એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું, તો બે પ્રવાસીઓને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો ઘટનાની જાણ થતા હળવદ પોલીસની ટીમ સ્થળ પર દોડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં 108ની ટીમના પાયલટ વનરાજસિંહ રાઠોડ અને ઈએમટી નીતિનભાઈ સ્થળ પર દોડી આવ્યા હતા તેમ જ અકસ્માતમાં બસમાં સવાર માજમ નાનજીભાઈ ડિંડોરનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું.

ઈજાગ્રસ્તોને હળવદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

જ્યારે બે ફસાયેલા ઈજાગ્રસ્ત પ્રવાસીઓને એક કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત પ્રવાસીઓમાં મનુભાઈ રમેશભાઈ ડામોર (26 વર્ષ), એમપીના વતની નાનજી ધનાભાઈ ડિંડોર (45) સંતરામપુર હીરાપૂરના વતની હોવાનું જાણવા મળ્યું હતું તો અકસ્માત કઈ રીતે થયો તે હજુ જાણી શકાયું નથી.

ABOUT THE AUTHOR

...view details